Details

  1. home
  2. Products
  3. પાંચ-મેશાલિ

પાંચ-મેશાલિ

Paanch - Meshali

By: Preety Sengupta
₹475.00

બંગાળમાં બનતી એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી એટલે પાંચ મેશાલી, જેના પરથી પરથી પ્રીતિ શાહ-સેનગુપ્તાએ પોતાના નવા પુસ્તકને શીર્ષક આપ્યું, જેમાં સામેલ છે જુદા-જુદા લેખનપ્રકારો, જેમ કે લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, વાર્તાઓ, મૌલિક કાવ્યો અને અનૂદિત કાવ્યો.
વિશ્વપ્રવાસી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો વિવિધ સંસ્કૃતિઓ અને દેશો પ્રત્યેનો તેમનો માનવીય અભિગમ તેમને વિશ્વમાનવી પણ બનાવે છે.‌ અને આ અભિગમ પ્રતિબિંબ થાય છે તેમનાં સર્જનોમાં. પોતાના લલિત નિબંધોમાં ક્યાંક વિશ્વસ્તરે માનવીનો ચહેરો કેવો છે તેની ઝાંખી કરાવે છે, તો ક્યાંક ભ્રમણ અને ભાષાનાં સ્વરૂપો વિશે વાત કરે છે. તેમના પ્રવાસ નિબંધો મડાગાસ્કર, નૉર્વે, ન્યુ મેક્સિકો અને ન્યુયૉર્ક જેવાં શહેરોની સંસ્કૃતિ અને સોડમને આપણા સુધી પહોંચાડે છે. દરિયાપારના જીવનની રોજિંદી બાબતોને વિષયવસ્તુ બનાવી રજૂ થયેલી વાર્તાઓમાં વૈશ્વિક ગુજરાતી જીવનશૈલીની સાથે સંવેદનશીલતા છતી થાય છે. પ્રીતિ શાહ-સેનગુપ્તાને સ્પર્શેલાં બંગાળી, મોંગોલિયન, રશિયન અને ટર્કિશ કાવ્યોના ભાવાનુવાદની સાથે સાથે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખાયેલાં તેમનાં મૌલિક કાવ્યો પણ હૃદયને સ્પર્શી જાય છે.
નિબંધ, વાર્તા અને કાવ્ય જેવા વિવિધ સાહિત્યપ્રકારોને એકસાથે રજૂ કરતું આ પુસ્તક પ્રીતિ શાહ-સેનગુપ્તાએ જોયેલી અને અનુભવેલી વૈશ્વિક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.

Product Details

  • Pages:252 pages
  • Language:Gujarati
  • Format:Paperback