logo

કલરવ ને કલબલનો મેળો (Children's Literature)

કલરવ ને કલબલનો મેળો

નિધિ મહેતા

જિજ્ઞાસા અને કુતૂહલથી છલોછલ બાળમાનસમાં ડૂબકી મારી તેમને રુચે એવી સાહિત્યસામગ્રી લઈને આવતાં લેખિકા નિધિ મહેતા પોતાની ૧૭ વાર્તાઓ દ્વારા બાળકોને મોજમસ્તી સાથે જીવનના પાઠ ભણાવે છે. - કાળુ કાગડો પોતાની ખૂબી ઓળખી સફાઈકામદાર બની માણસોનો ફેવરિટ બની જાય છે. - સંવેદનશીલ કાબર સંકટ સમયમાંય ઘરડા વૃક્ષનો સાથ નથી છોડતી‌. - ટીકુ તોફાની ચંદ્રયાનમાં બેસી ચાંદામામાની સફર કરી આવે છે. - જન્કફૂડની શોખીન ધૈર્યા સમજી જાય છે જન્કફૂડનું જોખમ. પશુપંખી અને સૂરજ-ચાંદા જેવાં પાત્રો સાથે રચાયેલી આ વાર્તાઓ નાની-નાની વાતોમાંથી મોટી-મોટી સમજ આપતી જાય છે અને બાળકોને હસતાં-હસાવતાં રમતાં-રમાડતાં જિંદગીના અમૂલ્ય પાઠ શીખવતી જાય છે. સાથે પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ, પર્યાવરણના જતન અને ટૅક્નૉલૉજીના લાભાલાભ વિશે પણ સમજ આપતી જાય છે. કલરવ અને કલબલના આ મેળામાં બાળકોને પોતાનું અનોખું વિશ્વ મળશે એ પાક્કું.

₹200.00

  • Pages: 88 pages
  • Language: Gujarati
  • Binding: Hardback
  • Type: Children's Literature
  • Dimensions: 144.00 cm x 210.00 cm
  • Weight: 138 gm
scroll-top