logo

કમ-ઓન જિંદગી! (Essays)

કમ-ઓન જિંદગી!

કમલેશ જોષી

ક્યારેક સહેલી લાગે તો ક્યારેક પહેલી, ક્યારેક ખુશ છે તો ક્યારેક નારાજ, ક્યારેક તડકો આપે તો ક્યારેક છાંયો, ક્યારેક આશાથી છલોછલ તો ક્યારેક નિરાશામાં ડૂબેલી. અલગ રૂપરંગ અને નોખા-અનોખા મિજાજવાળી જિંદગીને ચાલો ઢંઢોળીએ અને આ પુસ્તક સાથે કહીએ કમ-ઑન જિંદગી.
બસમાં અપડાઉન કરતાં કરતાં, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં, ક્યારેક બગીચામાં લટાર મારતાં લેખકને થાય છે અનેક અનુભવો અને તે આ અંગત અનુભવોને ડાયરીમાં ટાંકવાની શરૂઆત કરે છે.
આસપાસના લોકો, વાતાવરણ, પરિસ્થિતિ, વિચારો અને ઘટનાઓમાંથી તારવેલા નિચોડને લેખકે અહીં વિવિધ લેખોના સ્વરૂપે રજૂ કર્યા છે, જેમાં ક્યાંક રવિવારની મજાની વાતો છે, તો ક્યાંક શબ્દો અને મૌનનું મહત્ત્વ છે, ક્યાંક સંબંધના ઉતાર-ચઢાવની વાત છે તો ક્યાંક કંઈક મેળવવા પાછળના સંઘર્ષની.
દરેકની જિંદગીને સ્પર્શતા વિવિધ વિષયો પર લખાયેલા આ લેખોમાં વાચકને સરળ સહજ શબ્દોમાં જિંદગી વિશેનો નોખો પરિપ્રેક્ષ્ય મળે છે, અને જિંદગીને સાર્થક કરવાનો માર્ગ મોકળો બને છે.
દરેક લેખના અંતે ટાંકેલા લેખકના અભિગમને વાંચી વાચક જિંદગીના પ્રેમમાં પડ્યા વિના રહી શકશે નહીં.   

₹250.00

  • Pages: 170 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Essays
  • Dimensions: 125.00 cm x 220.00 cm
  • Weight: 110 gm
scroll-top