મૈં તો ચુપચુપ ચાહ રહી
Mai to Chup chup chah rahi
પુરાકથાઓ, લોકકથાઓ અને સાહિત્યની અનેક પ્રેમકથાઓ અમર થઈ છે તથા વાસ્તવ જગતમાં પણ અનેક પ્રેમકથાઓ રચાઈ છે અને રચાતી આવશે. તેમાંથી કેટલીક પ્રેમકથા વાસ્તવિક હોવા છતાં દંતકથારૂપ બની ગઈ. તેમાંની જ એક પ્રેમકથા એટલે ‘સ્વાન લેઇક’ નટક્રેકર જેવા બૅલે, અનેક ઑપેરા અને સિમ્ફનીના સર્જક વિશ્વખ્યાત સંગીતકાર પીટર ચાયકોવ્સ્કી અને તેની પ્રેમિકા નાદેઝદા-વોન-મેકની.
બંને વચ્ચે વિરોધાભાસનો પાર નહીં. પીટર મધ્યમવર્ગીય અપરિણીત તો નાદેઝદા પીટર કરતાં નવ વરસ મોટી, બાર સંતાનોની માતા, એક અતિધનાઢ્ય વિધવા. પતિના મૃત્યુ પછી વિશાળ કારોબાર સંભાળતી હોવા છતાં જગત સાથેનો બધો સંપર્ક કાપી જાતે વહોરેલા એકાંતના એકદંડિયા મહેલમાં રહેનારી.
સંગીત પ્રત્યેનો ઉત્કટ પ્રેમ પીટર સાથેની મૈત્રીમાં નિમિત્ત બન્યો. પીટરના સંગીતના પહેલા જ શ્રવણે જ ઘાયલ. એ દિવસથી જ મૈત્રીની શરૂઆત થઈ. પીટરની સર્જક પ્રતિભા પારખી તેને બધી જ સાંસારિક જવાબદારીથી મુક્ત કરી માત્ર સંગીતસર્જન માટે પ્રેરી તેનામાં રહેલા કળાકારને વિકસવા નાદેઝદાએ બધી જ અનુકૂળતા કરી આપી. એટલું જ નહીં, પીટરની કીર્તિ રશિયાના સીમાડા વળોટી યુરોપભરમાં ફેલાય તે માટે બધું જ કરી છૂટી.
પણ સૌથી મોટી વિશેષતા તો એ કે તેર વરસ ચાલેલી એ મૈત્રી દરમિયાન એક વાર પણ એ લોકો રૂ-બ-રૂ મળ્યાં નહીં અને માત્ર ઉત્કટ પત્રો દ્વારા જ એકમેકના સંપર્કમાં રહી હૈયું ઠાલવતાં રહ્યાં. તેમના પત્રો ન હોત તો આ જગત તેમના વિરલ મૈત્રીસંબંધ વિશે અજાણ જ રહેત. નાદેઝદાએ જે કર્યું તે નિઃસ્વાર્થભાવે કર્યું. આશા છે વિચિત્ર લાગતી આ પ્રેમકથા વાચકોને જરૂર ગમશે.
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All













.png)






