logo

આયના સામે (Ghazal Sangrah)

આયના સામે

અગન રાજ્યગુરુ

તૂટી પડું છું રોજ ને રોજે ચણાઉં છું. તો પણ મજાની વાત કે જીવતો જણાઉં છું.
‘જીવન નદી સમાન છે’ કો’કે કહ્યું મને, લાગ્યા કરે છે ત્યારથી કે હું તણાઉં છું.  
આવા ચોટદાર શેરોના સર્જક અગન રાજ્યગુરુને હવે તો સમગ્ર ગુજરાતના સાહિત્યરસિકો ઓળખે છે. નાની ઉંમરમાં ત્રીજો સંગ્રહ લઈને આવ્યા છે. ગઝલકારમાં વિપુલતા આવે એ સાથે ક્યારેક વિવિધતા અને વિશિષ્ટતાના ભોગ લેવાઈ જાય છે. પરંતુ આ યુવા કવિ મુશ્કેલ રદીફ- કાફિયા લઈને પણ સજ્જતા અને સહજતા સાથે લખે છે. એમાંય આવા શેર મન મોહી લે.
આ તાજગી બીજા તો કોઈ કારણે નથી,
થોડીક ઊંઘ, થોડી ઉષાની કમાલ છે.
પ્રેમ, પીડા, શ્રદ્ધા, માનવીય સંબંધો, બદલાતી દુનિયા અને જિંદગીની વાસ્તવિકતાને બયાન કરતી ગઝલો ભાવકને નવા ભાવવિશ્વમાં લઈ જશે.‌

₹175.00

  • Pages: 96 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220.00 cm x 125.00 cm
  • Weight: 103 gm

Books from same Author

scroll-top