logo

સારંગી (Ghazal Sangrah)

સારંગી

ખલિલ ધનતેજવી

ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે...કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને...હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!’ અને આઃ ‘માનવી જ્યારે નિખાલસ હોય છે... એ ઘડી પૂરતો જ માણસ હોય છે...જીવતાં ફાવી ગયું છે એટલે... અમને નીરસતામાં પણ રસ હોય છે!’ પુસ્તકમાં આવરી લેવામાં આવેલી 99 ગઝલોમાં જીવનનાં સત્યો અને ડહાપણનો આખો સાગર છલકાય છે. ખલીલ ધનતેજવીના અને ગુજરાતી ગઝલના ચાહકોને જલસો પડી જાય એવો સુંદર સંગ્રહ.

₹200.00

  • Pages: 112 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 147 gm

Books from same Author

scroll-top