હસમુખ ટાંક
મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા આ પ્રેરક પ્રસંગો તમારા ચિત્તતંત્રમાં પણ મહેક ફેલાવશે એવી શુભકામનાઓ સાથે...