logo

રાજમાતા (Novel)

રાજમાતા

હેતલ મહેતા

સુખ-શાંતિ અને સમૃદ્ધિથી સંપન્ન એક રાજ્ય શિવકાંચી. અને તેનું પાડોશી રાજ્ય સૂર્યકોટિ. નીતિમત્તા, પ્રજાવત્સલતા અને સુશાસન માટે બંને રાજ્યોની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાયેલી છે. એવામાં અચાનક શિવકાંચીનાં મહારાજા કલ્યાણસિંહ અને રાજમાતા મહેશ્વરી અવસાન પામે છે. પોતાનાં પ્રિય રાજારાણીને ગુમાવી બેસેલું રાજ્ય ઘોર સંકટમાં મુકાઈ જાય છે અને દુશ્મન રાજ્ય તરફથી અચાનક યુદ્ધના સંકેત મળવાની શરૂઆત થાય છે.  મિત્રરાજ્ય સૂર્યકોટી પણ ખાસ મદદ નથી કરી શકતું. એવામાં રાજ્યની ધુરા સંભાળે છે બહાદુર, વફાદાર અને કૌશલ્યથી સજ્જ સેનાપતિ. ઇતિહાસની ભવ્યતા, શૂરવીરતા અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી આ નવલકથા એટલે હેતલ મહેતા લિખિત ‘રાજમાતા’.
ઘેરા શોકમાં ડૂબેલા રાજ્ય શિવકાંચીની વિધવા રાણી નવજાત પુત્રને જન્મ આપે છે અને એ જ સમયે શાસનની ધુરા સંભાળતા સેનાપતિની પત્ની પણ માતા બને છે. એક તરફથી બહારથી તોળાતું યુદ્ધનું સંકટ અને બીજી તરફ રાજમહેલની અંદર રાજપરિવારની અન્ય રાણી દ્વારા રાજગાદી માટે રચાતાં ષડ્યંત્રો. સ્વભાવે ગભરુ યુવાન રાણી યુદ્ધ કરવાની અનુમતિ નથી આપતી. આવા સમયે સેનાપતિ અને તેની પત્ની પોતાની બહાદુરી, કૌશલ્ય અને ત્યાગથી શિવકાંચીની રક્ષા કરે છે. રાષ્ટ્રપ્રેમ માટે પોતાના પુત્રપ્રેમનું બલિદાન આપતાં માતાપિતાની આ અનોખી ગાથા માત્ર રાજકીય યુદ્ધગાથા ન રહેતાં શૌર્ય અને સમર્પણની એક મહાગાથા બની જાય છે.
કથામાં આવતા નાટ્યાત્મક વળાંકો સતત ઉત્સુકતા અને રહસ્ય જાળવી રાખે છે. લેખનની પ્રવાહી શૈલી સચોટ અને વર્ણનાત્મક છે. યુદ્ધની ક્ષણો, રાજમહેલનાં દૃશ્યો અને તનાવગ્રસ્ત વાતાવરણનું વર્ણન વાચકોને ઐતિહાસિક અને શૌર્યસભર પરિવેશમાં લઈ જાય છે.
સાહસિક નવલકથાઓના શોખીન વાચકો માટે આ પુસ્તક એક ઉત્કૃષ્ટ વિકલ્પ સાબિત થશે.

₹475.00

  • Pages: 236 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Novel
  • Dimensions: 25.20 cm x 16.40 cm
  • Weight: 363 gm
scroll-top