લિટલ બિટ્
Little Bit
₹150.00
થોડામાં ઘણું યા તો ગાગરમાં સાગર તે આનું નામ. જીવનનાં નાનાં નાનાં અને મહાન આ બન્ને પ્રકારનાં સત્યો હંમશાં સરળ હોય છે તે હકીકત અંકિત ત્રિવેદીના આ પુસ્તકમાંથી પસાર થતી વખતે પુનઃ દૃઢ થાય છે. પુસ્તકના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે તેમ આ એમની વનલાઇનર્સનો અથવા તો કહો કે વિચારકણિકાઓનો સંગ્રહ છે. થોડાં દૃષ્ટાંતઃ ‘જિંદગી જીવવા માટે છે, વિતાવવા માટે નથી’, ‘હેડકી એ યાદનો મિસ્ડ કૉલ છે’, ‘માણસ દરેક વખત પહેલી જ વાર પ્રેમમાં પડતો હોય છે’, ‘દોસ્ત ક્યારેય જમીનદોસ્ત થતો નથી’, ‘સિગારેટની રાખની જેમ આનંદ ખરવો ન જોઈએ, એના ધુમાડાની જેમ ઉપર ઊઠવો જોઈએ’... વિચારતાં કરી મૂકતાં આ અવતરણો ક્યારેક હોઠ પર સ્મિત લાવી દે છે તો ક્યારેક એમનું ભાષાલાલિત્ય મુગ્ધ કરે છે.
Product Details
- Pages:160 pages
- Language:Gujarati
- Format:Paperback