પ્રવીણસિંહ ચાવડા
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. તેમની વાર્તાઓ ૧૯૬૨થી ‘આરામ’ અને ‘નવનીત’ જેવાં અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થઈ હતી. સરકારી નોકરીમાં જોડાયા તે પછી લખવાનું અટકી ગયું પરંતુ વાચનનો વ્યાપ વધ્યો. ૧૯૯૭માં ફરીથી લેખનકાર્ય શરૂ થયું જે આજ સુધી ચાલુ છે. પ્રવીણસિંહે એમની વિશિષ્ટ શૈલી દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વાર્તા કહેવાની પરંપરાગત કલાના મજબૂત અંશો એમની વાર્તાઓમાં જળવાયા છે. વિષય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને અનોખું ભાષાકર્મ તે એમના સર્જનનાં ધ્યાન ખેંચે તેવાં લક્ષણો છે.
‘કથાસાગર’માં એમની બધી એટલે કે ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.