logo

ભારતીય સનાતન ધર્મ અને સંતસંસ્કૃતિ (Spiritual)

ભારતીય સનાતન ધર્મ અને સંતસંસ્કૃતિ

નિરંજન રાજ્યગુરુ

વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ભારતીય સંસ્કૃતિ. મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલી આ સંસ્કૃતિ વૈદિક કાળથી ચાલતી આવી છે અને એ ઈશ્વરપ્રાપ્તિને મનુષ્યજન્મનો સર્વોચ્ચ ઉદ્દેશ માનતી આવી છે. વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓને આશ્રય આપનારો અને સ્વીકારનારો ભારતદેશ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ છે. ધર્મ અને અધ્યાત્મના અનેક આયામો પર પ્રસરેલી આ ભારતીય સંસ્કૃતિનો નિરંજનભાઈ રાજ્યગુરુએ અભ્યાસ કર્યો અને આપણને આ પુસ્તક મળ્યું. ભારતીય સંસ્કૃતિના ઉદ્ભવથી લઈને સનાતન ધર્મની વ્યાખ્યા, તેનાં અંગો, સ્વરૂપો તેમ જ ઉદ્ભવ અને વિકાસને સમજાવતું આ પુસ્તક દરેક પાસાને આવરી લે છે. જેમાં ધર્મ અને સંપ્રદાયોના પ્રકારોની સમજ છે. ઉપાસનાની પદ્ધતિઓ, શાસ્ત્રો અને પુરાણોના પ્રકારો, આત્મસાધનાના વિવિધ માર્ગોની ઊંડાણપૂર્વકની સમજૂતી છે. આ સનાતન સંસ્કૃતિ પર સમયાંતરે થયેલાં આક્રમણો છતાં તેની ટકી રહેવાની ક્ષમતા વિશે વાત કરવામાં આવી છે.‌ આ સંસ્કૃતિને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપનાર સંતો, ગુરુઓ, શંકરાચાર્યો, ફકીરો, સૂફીઓ, ભજનિકો, કવિઓ અને કલાકારોની વાત કરવામાં આવી છે. મહત્ત્વના સંપ્રદાયોના સઘન અભ્યાસ અને આધારભૂત માહિતીના આધારે લખાયેલું આ પુસ્તક સમાજમાં પ્રવતેલા ધર્મ વિશેની ગેરસમજને દૂર કરી સાચી સાધનાપદ્ધતિ તરફ દોરી જાય છે. સાથે સનાતન સંસ્કૃતિને જીવંત રાખનાર સંપ્રદાયો, પરંપરાઓ અને પ્રથાઓનું મહત્ત્વ સમજાવી ધર્મ અને અધ્યાત્મ વિષયના ખયાલો સ્પષ્ટ કરે છે. આપણા મહાન ધર્મગ્રંથોના સારને  દુહા, છંદો, ચોપાઈઓ, કવિતાઓ, ભજનોના સ્વરૂપે આપણા સુધી સરળ ભાષામાં પહોંચાડનાર સંતો અને કલાકારોની જીવનશૈલીથી પણ આપણને પરિચિત કરાવે છે.‌
વાચકને આ પુસ્તક આપણી મહાન અને વૈવિધ્યસભર ભારતીય સંસ્કૃતિનાં મૂળ સાથે જોડી આપે‌ છે.

 

₹275.00

  • Pages: 164 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Spiritual
  • Dimensions: 145 cm x 225 cm
  • Weight: 158 gm
scroll-top