ધીરુબહેન પટેલ
બાળકોને ગમે તેવાં નામ, બાળકોને સમજાય એવી ભાષામાં નાની પણ રમૂજપ્રેરક આ વાર્તા છે. કેવું સરસ નામ છે હેં ને! ‘ડ્રેન્ડ્રીડ્રાન્ડ’. આ એક દેડકાનું નામ છે. એ પોતાનું નામ ભૂલી જાય છે! એ જ સમયે એક સમડી એનો શિકાર કરવા તરાપ મારે, પછી.... એવું કુતૂહલ જગાડતી આ વાર્તામાં બીજું પણ એક સરસ નામ છે ડ્રીન્ડ્રીલા – એ એક દેડકી છે. ડ્રેન્ડ્રીડ્રાન્ડ અને ડ્રીન્ડ્રીલા એકબીજાને મળે, પાણીમાં કૂદકા મારે અને ખૂબ મસ્તી કરે છે, એવા વિષયની આ વાર્તા વાંચીને કે સાંભળીને બાળકો ખૂબ આનંદમાં આવી જશે. વાર્તામાંનાં રંગીન ચિત્રો જોઈને બાળકોને ચિત્ર દોરવાની પ્રેરણા પણ મળશે.