About The Author
Women writers have played a crucial role in making Gujarati Novel modern in a real sense. Gujarati Literature has given very few outstanding women novelists through its time, and one of such prolific writer is...More
વાવંટોળ
Vavantol
તાયા... એક નાની સરખી એકલી અજૂબી છોકરી – જેમ વાયરો ઉડાડે તેમ ઊડતી – ચોખ્ખા દિલની ને ચોખ્ખાં કર્મની તેને મહાલીબા મળ્યાં અને ફૂંક મારતાંમાં ચાલ્યાં ગયાં.... અતુલ ગયો, માતાજી ખોવાયાં સુબંધુ ફસાવી ન શક્યો રસ્તામાં મળી ગયેલા બાળકો અપનાવી લઈને એણે પણ એક પંથ પકડ્યો જેવાં સુખનાં આધાં સપનાં હજી તો દેખાય ન દેખાય એટલામાં ટીટેનસનું તેડું આવ્યું અને એક પુષ્પ જેવા મધુર જીવનનો અંત આવ્યો.
તાયા એકલી જ આ ભયંકર વંટોળયામાં નહોતી ફસાઈ, પણ તેથી શું? મનુ જેવી સ્ત્રી અને બિહારી જેવો ફોટોગ્રાફરનાં દર્શન તો થયાં.
વળી વિખૂટાં પડી ગયેલાં બે સ્નેહીઓ એક બીજાને મળે અને માંદગીને મારી હઠાવે તે પણ કંઈ જેવો તેવો ચમત્કાર છે? વિનય જો અતુલનો ભાઈ હોય, તો હોય બન્ને ગાઉઓનું છેટું વિનયની પૃષ્ટિ માત્ર પૈસા તરફ, બધી મિલ્કત પડાવી લેવા તરફ, આવાં ક્ષુદ્ર માનવજંતુઓ તાયાને ઘરમાંથી કાઢી મૂકે તેથી શું? જે ઘરમાં અતુલ ન હોય, મહાલીબા ન હોય ત્યાં રહીનેય શું?
આ નવલકથામાં ઘણાં પાત્રો છે પણ બધાં જ પોતાની અગવી સૃષ્ટિમાં રહે છે, અગવું વ્યક્તિત્વ ધરાવે છે અને જરા ચીટકુ છે. એક વાર આ પુસ્તક દ્વારા મનમાં પ્રવેશ્યા પછી નીકળવાનું નામ નથી દેતાં – હશે, એમની મરજી! એટલા માટે કંઈ આપણે આ નવલકથા વાંચવાનું છોડી દેવું
-અશક્ય!
Product Details
- Pages:312 pages
- Language:Gujarati
- Format:Paperback