About The Author
Women writers have played a crucial role in making Gujarati Novel modern in a real sense. Gujarati Literature has given very few outstanding women novelists through its time, and one of such prolific writer is...More
વમળ
Vamal
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે.
સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે. જન્મ-પુનર્જન્મના વમળમાં ફસાયેલી નાની અમથી મોગરાની કળી જેવી સ્ત્રીને પોતાના પતિની મૈત્રિણી સિવાય કોઈ સહારો દેખાતો નથી ત્યારે વાંચતા વાંચતા આપણે પણ પળભર મૂંઝાઈ જઈએ છીએ કે હવે શું?
આ ‘હવે શું?’નો જવાબ મેળવવા આપણે પણ આ નવલકથા સાદ્યંત વાંચવી જ પડશે. એ વાચનની મોજ માણવી હોય તો તરત ઉઠાવો આ પુસ્તક અને ફેરવવા માંડો એનાં પાનાં. પાત્રોનું વિશિષ્ટ વૈવિધ્ય વાંચવા જેવું અને માણવા જેવું છે - જાતે જ શોધી કાઢો.
Product Details
- Pages:194 pages
- Language:Gujarati
- Format:Paperback