logo

આત્મપરિચય (Bengali Literature)

આત્મપરિચય

શૈલેશ પારેખ

‘આત્મપરિચય’ શીર્ષક અત્યંત સૂચક છે. અહીં આત્મકથા નથી, જીવનવૃત્તાંત નથી, માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. હકીકતો અને વિગતોને અહીં સ્થાન નથી. આ લેખોમાં જીવનના વિવિધ તબક્કે (૪૩, ૫૦, ૫૬, ૭૦ અને ૭૯ વર્ષની ઉંમરે) રવીન્દ્રનાથે કરેલા ‘આત્મનિરીક્ષણ’નો નિષ્કર્ષ પ્રગટે છે.
આ નિબંધોમાં રવીન્દ્રનાથ પોતે પોતાના કાવ્યોની સર્જનાત્મક પ્રક્રિયા વિશે, પોતાની ધર્મની વિભાવના વિશે, આ વિભાવનાના વિકાસ વિશે તેમ જ પોતાના જીવનમાં, પોતાના આગવા અને અંગત ઈશ્વરે ભજવેલ ભાગ વિશે લંબાણપૂર્વક અને નિખાલસતાથી વાત કરે છે.
દરેક રવીન્દ્ર-અનુરાગીને વિવિધ (નાના) રવીન્દ્રનાથની વચ્ચેથી પોતાના અંગત રવીન્દ્રનાથ શોધવામાં આ નાનકડું પુસ્તક મદદરૂપ થઈ પડશે.

₹200.00

  • Pages: 120 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Bengali Literature
  • Dimensions: 144.00 cm x 215.00 cm
  • Weight: 138 gm

Books from same Author

scroll-top