સાન્નિધ્ય એકબીજાનું
Sanidhya Ekbijanu
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે. પરમતત્ત્વ કે ઈશ્વર આપણી અંદર રહેલી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનું પ્રતિબિંબ છે. આપણે જે માંગીએ તે જ આપણને મળે એવું અસ્તિત્વનું વચન છે. આ વાતની આપણને ખબર નથી અથવા ખબર છે તો એને આપણે ગંભીરતાથી લેતા નથી. જ્યારે આપણે વસ્તુઓ માટે અસ્તિત્વ પાસે હાથ ફેલાવીએ છીએ, ત્યારે અસ્તિત્વ પણ આપણને એ જ દુન્યવી ચીજોમાં ગૂંચવાયેલા રાખવાનું પસંદ કરે છે. આપણે જ્યારે સ્વયંને આ બધી રોજિંદી લાલચ અથવા સ્વાર્થથી ઉપર લઈ જઈ શકીએ છીએ ત્યારે અસ્તિત્વ આપણને એની સાથે જોડવામાં ગૌરવ અનુભવે છે. આપણે જે માંગીએ છીએ એની સાથે જોડાયેલી કેટલીયે વાતોની આપણને જાણ નથી હોતી. આપણે જ્યારે કોઈ નેમત, આશીર્વાદ, આવડત કે બીજાઓથી અલગ કલા માંગીએ છીએ ત્યારે અસ્તિત્વ એની સાથે જોડાયેલી પીડા પણ આપણે માટે લખી જ નાખે છે!
[ પુસ્તકના ‘દર્દ સે મેરા દામન ભર દે...’ લેખમાંથી ]
જે સત્ય છુપાવવું પડે એવાં કામ કરતા તમામ પતિઓને મારે એક સવાલ પૂછવાનો છે, “જે સત્ય જાણીને તમારી સાથે જીવેલી, તમને પળેપળ સાચવતી, તમારાં સંતાનોની મા, તમારી સહધર્મચારિણી, તમારી ઘરવાળી, તમારી સાથે બૂઢી થનારી એક સ્ત્રીને જો તકલીફ પહોંચવાની હોય તો એવું કોઈ પણ કામ કર્યા વગર નહીં જ ચાલે? અંગત સુખ અને ભૌતિક જરૂરિયાત તમારા સંબંધથી વધુ છે?” સંબંધોનાં સમીકરણો માણસના મન સાથે જોડાયેલાં છે. અને મનને કોબીની જેમ, કાંદાની જેમ, ધરતીની જેમ કંઈકેટલાયે પડો છે, લેયર છે. આ દરેક લેયરમાં પોતાની જરૂરિયાત, માન્યતા, ભૂતકાળના અનુભવો અને એનો પોતે તારવેલો અર્થ, પોતાની સગવડ અને પોતાની સમજણ મળીને એક વ્યાખ્યા ઊભી કરે છે, વફાદારીની અને ઇમાનદારીની!
[ પુસ્તકના ‘વફાદારીઃ વ્યાખ્યા અને વ્યથા...’ લેખમાંથી ]
રાધા અને કૃષ્ણનો સંબંધ જન્મજાત વિરહનો સંબંધ છે. કૃષ્ણ સાથે પૂજાય છે રાધા... જે પામી નથી શકી એ પૂજાને પાત્ર બની ગઈ છે. એકબીજાંને માટે જીવતાં, એકબીજાંને ઝંખતાં આ એવાં તત્ત્વો છે જે એકમેકનો યથાર્થ છે. કૃષ્ણની અંદર જે કંઈ છે એ બધું જ રાધાનાં સારતત્ત્વો પર ગોઠવાયેલું છે. કૃષ્ણનો નિષ્કર્ષ છે રાધા, એનું વૈશ્વિક સ્વરૂપ છે. સૃષ્ટિમાં વિહરતી કૃષ્ણની ચેતના છે રાધા. કૃષ્ણનો અર્થ થાય છે કેન્દ્ર, સેન્ટર... જે સેન્ટરથી વિશ્વ તરફ વહી આવે છે તે ધારા છે, પણ જે સમગ્ર વિશ્વમાંથી સ્વયંને સમેટીને સેન્ટર તરફ જાય છે તે રાધા છે.
[ પુસ્તકના કૃષ્ણ નામે ગ્રંથનો સરળ અનુવાદ, રાધા!’ લેખમાંથી ]
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All












Similar Books
View All







.png)






