વાત એક રાતની
Vaat Ek Raatni
વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે. સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે રહીને સફળતા સુધી પહોંચે છે, પરંતુ ત્યારે એમને મળે છે કબીર નરોલા – અબજોની સંપત્તિનો એકમાત્ર વારસ.
વૈશ્નવી-માધવ અને કબીરના આ ત્રિકોણમાંથી સર્જાય છે એક ભયાનક ઘટના. એક શરત જે આ ત્રણ જણના જીવનને વિખેરી નાખે છે... શું છે એ શરત? ત્રણ વિખરાયેલાં વ્યક્તિત્વ અને ગૂંચવાયેલી જિંદગીની આ કથામાં શિદ્દતથી કરાતો પ્રેમ છે, એ પ્રેમનો અસ્વીકાર છે, એ અસ્વીકારમાંથી જન્મ લેતું વેર છે, એ વેરથી સળગતા, પ્રેમથી ભીના અને લાગણીઓમાં ગૂંચવાતા સંબંધોમાંથી જન્મ લેતી એક કથા એટલે
‘વાત એક રાતની.’
લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની પરિપક્વ કલમે લખાયેલી આ નવલકથા વાચકને એક રોમાંચક અનુભવ કરાવશે.
Product Details
- Pages:208 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All












Similar Books
View All.png)



