અજવાળિયું
Ajvaliyu
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ. સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે. એ માંડ એકાદ ચોરસફૂટનું હોય. એ લાકડાના ચોખઠામાં લોખંડના સળિયા અને એની પાછળ ઝીણી જાળી લગાવેલી હોય, કે પછી કોઈ નાના મકાન કે છાપરાની પછીતે ઈંટોની ચોકડી બનાવીને અજવાળિયું બનાવેલું હોય. એમાંથી માત્ર પ્રકાશ અને પવન આવે. પણ બિલાડી કે ઉંદર કે અન્ય સાપ, એરું જેવું જનાવર ન આવી શકે. પણ, રાત્રે કોઈ ચોર જો પછીતે ખાતર પાડવા આવે તો એ અજવાળિયામાંથી આવતા એના પગરવ અને સંચાર પરથી ઘરમાલિક ચેતી જતો.
એવા એક ઘરની પછીતમાં એક સરસ ‘અજવાળિયું’ હતું. સૂરજ ઊગે એટલે એમાંથી સીધાં સૂર્યકિરણો ઘરના પહેલા ઓરડા સુધી અને ક્યારેક ઓસરી સુધી આવી જતાં. વાસ્તુની દૃષ્ટિએ એ શ્રેષ્ઠ સ્થિતિ કહેવાય. પછીતે જાહેર રસ્તો હોય કે, કોઈ ખુલ્લી જગા હોય તો ત્યાંની દરેક ચહલપહલ એ અજવાળિયા મારફતે ઘરમાં બેઠાં ખબર પડતી હતી.
આ ‘અજવાળિયું’ હોવું એટલે જીવનના કોઈ પ્રશ્ન કે સવાલ ઉપર ખુલ્લા મનથી ચર્ચા થવા માટેનો એક સરળ માર્ગ.
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback