સાટું
Saatu
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જેમ કે, એક સવાલ એવો પણ છે કે, એક પિતા પોતાનાં બે સંતાનો પૈકી એક પુત્રના લગ્નસંબંધો સરળતાથી બાંધી શકાય એ માટે પોતાના બીજા સંતાન એવી દીકરીને એની ઇચ્છા વિરુદ્ધ અર્ધશિક્ષિત યુવાન સાથે પરણાવવા માગે છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે દરેક સમાજમાં. એનો મતલબ એ કે સંબંધોની બાબતમાં દરેક શિક્ષિત યુવાન વ્યક્તિ એના સંબંધો અંગે સ્વતંત્રતાથી વિચારતો થયો છે. સ્વાભાવિક છે કે સરખી લાયકાત એનો માપદંડ બની રહ્યો છે; અને એમાં સામાજિક બંધન ગૌણ બનતું જાય છે. કોઈનાં લગ્ન થાય ત્યારે બે કુટુંબો વચ્ચે ખૂબ ઉમળકાભેર સંબંધો બનતા, વિકસતા – કેમ કે બંને પક્ષે સહમતીથી એકબીજાના કુટુંબમાં દીકરી કે દીકરાના આમનેસામને સંબંધો બંધાતા. આ સંબંધોમાં ડખો ઊભો થાય ત્યારે એ જ સંબંધોને તૂટતા, વીખરાઈ જતા અને એને કારણે બે વ્યક્તિઓની જિંદગી વેરવિખેર થતી રહી છે, પણ આજના વિકસિત સમયમાં જ્યારે એ જ વાત પુન: સામે આવે છે ત્યારે મનને વિહ્વળ કરી મૂકે છે. અનેક કુટુંબો બરબાદ થતાં અને અનેક વ્યક્તિઓ સંબંધોમાં રિબાતા પણ હોય છે. આ વ્યક્તિઓના અંતરમન સાથેની વાત એટલે આ સાટું નવલિકા.
Product Details
- Pages:136 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All




















