મૌન રાગ
Maun Raag
અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે. આ એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છે, પણ સ્પર્શી નથી શકાતો. એને સાચવી તો શકાય છે, પણ સુધારી નથી શકાતો. અંજલિએ જેની જીવનભર પ્રતીક્ષા કરી એ ક્ષણ જ્યારે એની સામે આવી ત્યારે એ ક્ષણના અર્થ પલટાઈ ચૂક્યા હતા. અનિરૂધ્ધે જે ઝંખનાને પામવા જીવનભર પ્રવાસ કર્યો એ જ્યારે એની સામે ઊભી હતી ત્યારે એ અનિરૂધ્ધથી થોડી વધુ દૂર થઈ ગઈ હતી. અક્ષય, જે બધું પામીને કશું ન પામ્યો, પણ જે ક્ષણે એણે પોતાની મુઠ્ઠી ખોલી નાખી એ ક્ષણે એની હથેળી છલોછલ ભરાઈ ગઈ. જીવનની અધૂરપ અને પ્રેમની પૂર્ણતાના ત્રણ જુદા અર્થને વાચક સામે ઉઘાડી આપતી એક અનોખી પ્રેમકથા. હાર-જીત, કે પામવા-ગુમાવવાની વ્યાખ્યાઓને ધર્મોથી બદલી નાખે એવા અધૂરા છતાં છલોછલ ભરેલા, એકદમ સાચા છતાં મૃગજળ જેવા સંબંધોની લાગણી ભીની કથા.
Product Details
- Pages:422 pages
- Language:Gujarati
- Format:Paperback