પોતપોતાની પાનખર
Potpotani Pankhar
₹850.00
અનાહિતા અને શિવાંગી.
સ્ત્રીનાં બે અલગ ચહેરા. એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ.
બેની વચ્ચે છે કરણ.
શિવાંગી ચાહે છે કરણને, અને કરણ ઝંખે છે અનાહિતાને...
કરણની સામે પસંદગી છે. એક, એ પિતા જેણે એને ઓળખ આપી, એક બહેતર જીવન આપ્યું એનું સ્વમાન જાળવે...
બીજી, જેને દિલ ફાડીને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરે...
બેવફાઈનું લેબલ સ્વીકારીને કરણ પિતૃઋણ અદા કરે છે.
પ્રેમ અને અહંકાર, સમર્પણ અને સ્વતંત્રતા, વેર અને વિધિની વક્રતા વચ્ચે આ કથા પ્રવાસ કરે છે. કરણને પ્રેમ કરવા બદલ અનાહિતા પોતાની જાતને સજા કરે છે, તો બીજી તરફ કરણના દિલમાં કોઈ બીજું છે એ જાણવા છતાં શિવાંગી પોતાનું જીવન કરણને સમર્પિત કરે છે.
અહીં બારેમાસ પાનખર છે.
જીવનની વસંતને શોધવા નીકળેલા ત્રણ જણાંને મળે છે, પોતપોતાની પાનખર.
Product Details
- Pages:576 pages
- Language:Gujarati
- Format:Hardback