શુક્ર-મંગળ
Shukra-Mangal
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ કોઈનાથી ડરતી નથી.
રઘુ, રુક્મણિ માટે જીવ આપી શકે એમ છે. નાની-મોટી ચોરીઓ કરીને જીવતો એક ગુનેગાર છે, જેનાં સપનાં મુંબઈ-દુબઈના અંડરવર્લ્ડ સુધી પહોંચવા માટે તરફડી રહ્યાં છે.
આ નવલકથા સુરત શહેરથી શરૂ થતી, અને દુબઈના અંડરવર્લ્ડ સુધી લંબાતી એક ક્રાઇમ થ્રિલર છે, જેમાં પ્રેમ, મહત્ત્વાકાંક્ષા, શરીરના વ્યવસાયની આંટીઘૂંટી, લોહિયાળ ગૅન્ગવૉરની સાથે સાથે એક યુગલનો પ્રવાસ છે... સ્વાર્થી અને પૈસા જોઈને બદલાઈ ગયેલો રઘુ, ભયાનક સંજોગોમાં પણ પરિસ્થિતિ સાથે લડીને બહાર નીકળતી રુક્મણિની આ કથામાં અનેક દિલધડક વળાંક આવે છે.
આ એવી કથા છે જેમાં સતત એક નવી થ્રિલ, એક નવું આશ્ચર્ય અને ‘હવે શું થશે?’નો એક નવો જ સવાલ ઊભો થાય છે. એ સવાલોના જવાબમાં આ કથાનાં પાત્રોના અકલ્પ્ય જીવનની એવી આંટીઘૂંટી છે જે વાચકને મનોરંજનની સાથે સાથે એક થ્રિલ અને રોમાંચ પણ આપે છે.
Product Details
- Pages:352 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All












Similar Books
View All

















