યોગ - વિયોગ
Yog-Viyog
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...”
જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ!
વસુમા એટલે કે વસુંધરા મહેતા - ગામડા ગામથી પરણીને પહેલી વાર સાસરે મુંબઈ આવે છે. ચોથું બાળક જ્યારે પેટમાં જ હતું ને તેનો પતિ બધું છોડીને જતો રહે છે. ક્યાં? કોઈ જાણતું નથી. 25 25 વર્ષનાં વ્હાણાં વહી જાય છે. બાળકોને ઉછેરીને ઑલમોસ્ટ થાળે પાડીને વસુમા જ્યારે તેના પતિનું શ્રાદ્ધ કરવાનું નક્કી કરે છે ત્યાં જ તમનો પતિ ફરી જીવનમાં દાખલ થાય છે. કુટુંબજીવનની ઘટમાળ, લાગણીઓની ભરમાર, સંબંધોના પકડદાવ અને માનવસ્વભાવના વિરોધાભાસના ચકડોળે ચડેલી અદ્ભૂત નવલકથા એટલે યોગવિયોગ.
હવે ફક્ત એક જ પુસ્તકમાં આખી નવલકથા
આ દમદાર અને દળદાર નવલકથા વાંચવાનો આનંદ નૉનસ્ટોપ ઉઠાવો.
Product Details
- Pages:662 pages
- Language:Gujarati
- Format:Hardback