બ્લ્યૂબુક લગ્ન પુરુષની નજરે
Blue Book Lagna Purushni Najare
નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી. એકબીજાં પરત્વે ઊભા થયેલાં-થતાં જતાં મનદુઃખ અને એની સાથે વધતું જતું અંતર લગ્નને એક પરાણે ઊંચકવો પડતો બોજ બનાવી બે વ્યક્તિઓની સાથે સાથે સમગ્ર કુટુંબ માટે ભયાનક પીડા ઊભી કરે છે. આ પુસ્તક પુરુષની દૃષ્ટિએ લગ્નને જોવા-તપાસવા અને સમજવાનો એક એવો પ્રયાસ છે જેમાં બને એટલા વધુ ‘સત્યસ્થ’ રહેવાનો મેં પ્રયાસ કર્યો છે. તટસ્થ રહેવા માટે કિનારે (તટ પર) ઊભા રહેવું પડે છે. કિનારે ઊભેલી વ્યક્તિને પાણીની ગહેરાઈ, પ્રવાહનો વેગ કે વમળ દેખાય તો પણ અનુભવાતા કે સમજાતા નથી. પુરુષ બોલે, પોતાની વાત કહે... રડી નાખે કે પોતાની પીડા, પ્રશ્નોને ક્યાંક ખોલે તો કદાચ ‘ઓપન હાર્ટ’ સર્જરીની સંખ્યા ઘટાડી શકાય! લગ્ન માત્ર સ્ત્રીના પ્રયાસ કે સમાધાનથી નથી ટકતાં. ત્યાગ, પ્રયત્ન, સમજણ અને સમર્પણ પુરુષના પક્ષે પણ હોય જ છે. લગ્નમાં ક્યારેક છેહ, પીડા-અપમાન કે એકલતા પુરુષ પણ અનુભવે છે, પરંતુ એ ફરિયાદ કરવાને બદલે એમાંથી નીકળવાના પોકળ અને અર્થહીન રસ્તા શોધી કાઢે છે. સદીઓથી સ્ત્રીઓને પીડિત, શોષિત, અપમાનિત અને બિચારી કહીને સાચા અને સારા પુરુષ, પતિને જે રીતે અવગણવામાં આવ્યા છે એમની તરફથી નહીં થયેલી દલીલોના આ લેખ છે.
Product Details
- Pages:178 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All












Similar Books
View All


.png)


