સ્વાગ્રહી બનો ડિપ્રેશનથી બચો
Swagrahi Bano Depression Thi Bacho
દુરાગ્રહ... હઠાગ્રહ... સત્યાગ્રહ જેવા શબ્દોથી તો આપણે પરિચિત છીએ, પણ સ્વાગ્રહ એટલે શું એ તમે જાણો છો? પોતાના આગ્રહ પ્રમાણે જીવન જીવવું એ સ્વાગ્રહ અને સ્વાગ્રહ પ્રમાણે જીવનાર સ્વાગ્રહી. આપણને આ શબ્દ આપણા માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં સમજાવે છે જાણીતા મનોચિકિત્સક અને લેખક ડૉ. મૃગેશ વૈષ્ણવ. તેમના પ્રમાણે દસમાંથી આઠ લોકો સેલ્ફ નિગલેક્ટ એટલે કે ‘જાત-અવગણના’ કરી બીજાના ગમા-અણગમા પ્રમાણે જીવતા હોય છે. પોતાની જરૂરિયાતો અને મરજીને ગૌણ બનાવી અન્ય વ્યક્તિઓ માટે જીવવાની આ આદત અનેક માનસિક રોગોને આમંત્રણ આપે છે. પરંતુ આ પરિસ્થિતિમાંથી બચી સ્વમાનભેર જીવવાની ચાવી એટલે ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ લિખિત પુસ્તક ‘સ્વાગ્રહી બનો, ડિપ્રેશનથી બચો’. આ પુસ્તક બિનસ્વાગ્રહી બનીને જીવવાથી થતાં માનસિક રોગોની ઊંડી સમજ તો આપે જ છે, સાથોસાથ પુનરુક્તિ, ફોગિંગ, સ્ટૉપ ધૅટ જેવી કારગત ટૅક્નિક શીખવી સ્વાગ્રહી બનાવી સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.
Product Details
- Pages:192 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All


.png)



