દજલાને કાંઠેથી
Dajalaana Kanthethi
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્ત્વજ્ઞાનથી છલકાતી અનેક સૂફીકથાઓ રચી. આ સૂફીકથાઓને બાઉલ સમુદાય પોતાના પરિભ્રમણ દરમિયાન ગાતો રહ્યો, કથતો રહ્યો અને આમ આ કથાઓ કર્ણોપકર્ણ સંભળાતી ગઈ અને અનેક પેઢીઓ અને સીમાઓને ઓળંગી વિશ્વભરમાં ફેલાઈ. લેખક સતીશચંદ્ર વ્યાસ બાઉલ સાથેના સંપર્ક માટે ખૂબ જાણીતા છે. જે સાંપ્રત સમયના સૂફીકથાકાર બાઉલ રસૂલ પાસેથી આવી જ સૂફીકથાઓનું રસપાન કરી તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે પુસ્તક ‘દજલાને કાંઠેથી’. હિન્દુ-મુસ્લિમ બંને સંસ્કૃતિઓના તત્ત્વજ્ઞાનથી છલકાતી આ કથાઓ ભાવકોને અધ્યાત્મરસથી તરબતર તો કરે જ છે સાથે બંનેની સામ્યતાને ઉજાગર કરે છે.
Product Details
- Pages:208 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All.png)

