logo

એની માનીતી રાણી (Short Stories)

એની માનીતી રાણી

મધુ રાય

આધુનિકતાના વળાંક પર આવીને ઊભી રહેલી ગુજરાતી વાર્તાઓને પોતાની રચનાત્મક અને તોફાની શૈલી દ્વારા નવાં રૂપરંગે મઢનાર વાર્તાકાર મધુ રાયની વાર્તાઓએ ગુજરાતી વાચકોને ઘેલું લગાડ્યું.
સમાજની જ વચ્ચેથી ચૂંટેલાં અવનવાં પાત્રોને ક્યારેક નવા ભાવોનો અંચળો પહેરાવી તો ક્યારેક તેમના ચહેરા પરથી છળનું મહોરું ઉતારી મધુ રાયે પોતાની વાર્તાઓમાં સમાજનું પ્રતિબિંબ રચ્યું છે.
આ વાર્તાઓની ભાષા જાણે કાન માટે નાદોત્સવ બની જતી હોય તેમ વાચકોના ચિત્તને રસતરબોળ કરી મૂકે છે.
વાર્તા કહેવાની પ્રયોગાત્મક શૈલી અને સૂક્ષ્મ તાંતણાઓમાં બાંધેલું કથાવસ્તુ અદ્ભુત મનોરંજન તો પીરસે જ છે, સાથે સાથે વાર્તા કહેવાના પારંપરિક પ્રવાહથી અલગ નવો ચીલો પણ ચાતરે  છે, જેના કારણે વાર્તાઓ વધુ રોમાંચક અને ચોટદાર બને છે.  
એમણે સર્જેલા અમર પાત્રો અને કથાઓના રંગે જૂની પેઢી તો રંગાયેલી જ હતી, પરંતુ નવી પેઢી માટે પણ આ સર્જનો એટલાં જ પ્રસ્તુત અને આસ્વાદ્ય છે.
મધુ રાયની વાર્તાઓએ ગુજરાતી સાહિત્યને વિશ્વફલક પર પ્રસ્તુત કર્યું એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
અસંખ્ય ગુજરાતી વાચકોના લોકપ્રિય સર્જક મધુ રાયની તમામ વાર્તાઓ હવે એકસાથે માણવાનો અવસર એટલે તેમના બે ભાગમાં પ્રસ્તુત થતા વાર્તાસંગ્રહો– ‘એક હતો રાજા’ અને ‘એની માનીતી રાણી’.
ગુજરાતી ભાષા અને વાર્તાઓને ચાહનાર વાચકો માટે આ એક કલેક્ટર્સ એડિશન બની રહેશે.
 

₹525.00

  • Pages: 312 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Short Stories
  • Dimensions: 25.20 cm x 16.40 cm
  • Weight: 259 gm

Books from same Author

scroll-top