ચાલ મન આટોપી લઈએ
Chaal Man Aatopi Laie
કદી સપનાંઓ અને ઇચ્છાઓ પાછળ, કદી પૈસા અને પ્રતિષ્ઠા પાછળ, તો ક્યારેક વળી સંબંધો પાછળ ક્યાં સુધી દોડતા રહીશું? જ્યારે શરીર અસ્વસ્થ બની જશે, સંબંધો છૂટી જશે, જીવન નિરર્થક લાગશે ત્યારે અટકીશું? એટલે જ લેખક આર. ડી. પટેલ મનુષ્યને ઉંમરના એક પડાવ પર આવીને મનને થોભવા અને આટોપવાનો અંગુલિનિર્દેશ કરે છે. પોતાના બારમા પુસ્તકમાં ‘ચાલ મન આટોપી લઈએ’માં.
આજીવન ઇચ્છાઓ, લાલસાઓ અને લાગણીઓમાં પરવાયેલા અને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા મનને અચાનક પાછું વાળવું સરળ નથી, પરંતુ અશક્ય પણ નથી. આટોપી લેવાથી જીવનનો ભાર હળવો થાય છે અને જીવવું ઉત્સવ બની જાય છે. એકમેકને સમજવા, અનાસક્ત બનવું, પૌષ્ટિક આહાર, જાતસંભાળ, મનપસંદ પ્રવૃત્તિ કરવી, આપવું અને માફ કરવું - આમ સાદા-સરળ ઉપાયો દ્વારા નિવૃત્ત જીવનને સરળ-સહજ બનાવવાની ચાવી આપતું આ પુસ્તક વાંચી આપનું મન પણ જરૂર કહેશે ‘ચાલ મન આટોપી લઈએ’.
Product Details
- Pages:156 pages
- Language:Gujarati
- Format:Paperback