આધ્યાત્મિકતા એટલે શું?
Adhyatmikta etle shu?
મોક્ષ, નિર્વાણ, સ્વર્ગ, સમાધિ... આ બધા ખ્યાલો આ જીવનની પેલે પારની બાબત છે. ભગવાનને પામવાની વાત કે જીવનની ધન્યતાને અનુભવવાની વાત એ શાસ્ત્રોની બાબત નથી.
આધ્યાત્મિક બનવાની વાતને રોજબરોજના જીવન સાથે સંબંધ છે. ધાર્મિક રીતરિવાજ કે ક્રિયાકાંડને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. બધાના રીતરિવાજ અને ક્રિયાકાંડ સરખા નથી. ઉપવાસો કરવાથી શારીરિક શુદ્ધિ થઈ શકે પણ આધ્યાત્મિક ઊંચાઈને પામવા માટે શારીરિક શુદ્ધિ નહીં પણ આંતરિક શુદ્ધિની જરૂર છે. અને આ અર્થમાં આધ્યાત્મિકતાને માનવીય ગુણો સાથે સંબંધ છે. પ્રેમની વહેંચણી, આનંદની વહેંચણી, સહકારની ભાવના આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. હુંસાતુંસી, વેરઝેર, ઈર્ષ્યા અને દુશ્મનાવટ આધ્યાત્મિકતાથી દૂર થઈ જાય છે.
આધ્યાત્મિકતાની રીતે ઉચ્ચ કોટીની વ્યક્તિઓ પરંપરાઓના કે માન્યતાઓના વાડાઓમાંથી બહાર નીકળી ગયેલા આત્માઓ છે. વ્યક્તિગત, ટૂંકી દૃષ્ટિની માન્યતાઓમાંથી જો હું બહાર નીકળી શકું તો મને આધ્યાત્મિકતાનો અનુભવ થઈ શકે. આશા રાખીએ કે આ નાનકડું પુસ્તક તમને આધ્યાત્મિકતા તરફ દિશાસૂચન કરવામાં સફળ નિવડે.
Product Details
- Pages:64 pages
- Language:Gujarati
- Format:Paperback