ફિલ્માકાશ (HB)
Filmakash (HB)
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળંગસૂત્રી આલેખન જટિલ અને પહોળો પટ માંગી લેતું કામ છે. કેમ કે, અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સંગીતકાર, ગીતકાર, નિર્માતા અને તેમને આનુષંગિક એવી અનેક અનેક વાતો એટલી લોભામણી હોય છે કે એ આલેખવાની લાલચ થઈ આવે અને મૂળ પ્રવાહથી ફંટાઈ જવાય. આ પુસ્તકમાં બોલપટના પ્રથમ દાયકાના ઈતિહાસને અત્યંત રોચક ઢબે, તેનાં મહત્ત્વનાં મુકામો સહિત આલેખવામાં આવ્યો છે. આજે સિનેમાઉદ્યોગની જે તોતિંગ ઈમારત ઊભી થઈ છે એનો પાયો શી રીતે તૈયાર થતો ગયો એનો અંદાજ અહીં મળે છે.
આ મૂલ્યવર્ધિત આવૃત્તિમાં પાકું પૂંઠુ ઉપરાંત વ્યક્તિ–ફિલ્મ–સંસ્થા સૂચિ અને કેટલીક દુર્લભ તસવીરો આવરી લીધી છે.
Product Details
- Pages:358 pages
- Language:Gujarati
- Format:Hardback