રંગબિલોરી
Rangbilori
₹200.00
વાર્તા એટલે બનાવ કે પ્રસંગ કે ઘટનાની કથા, કથાની ઇજનેરી રચના, સંવાદ, ભાષા, આરોહ, પરાકાષ્ઠા, અવરોહ, અંત વગેરેનો સરવાળો.
રજનીકુમારની વાર્તાઓ એમની વાર્તા કલા તથા રસની, ચોટની દૃષ્ટિએ ગુજરાત જ નહીં, પણ ઉત્તમ બ્રિટિશ, અમેરિકી, ફ્રેંચ, રશિયન ઉત્સાદોની હરોળમાં સહેલાઈથી બેસે તેવી છે. કેટલીક તો ચેખોવ અને મોપાંસા જેવાની અમર કૃતિઓની કક્ષાની છે. એમનાં પાત્રોની કોઈ-કોઈ લાક્ષણિકતા અને તે પણ એવી ઓચિંતી પ્રગટે ત્યારે તમાકુનો રસ પેટમાં ઊતરતાં સાથે થાય છે એવો છમકાર થાય છે, જે કેટલીક વખત એટલો પ્રબળ હોય છે કે વાંચન થોડીક વાર અટકાવી દેવું પડે છે.
‘મનબિલોરી’માં મનના આંતર-પ્રવાહોની પરિચાયક, ‘રંગબિલોરી’માં વિવિધ વ્યક્તિરંગોની પરિચાયક અને ‘હાસબિલોરી’માં મનોવૈચિત્ર્યમાંથી નિપજતા હાસ્યની હળવી રીતે પરિચાયક એવી વાતોનું વર્ગીકરણ કરવાનો ઉપક્રમ છે.
Product Details
- Pages:148 pages
- Language:Gujarati
- Format:Paperback