પંચામૃત આચમન
Panchamrut Aachman
₹300.00
સુખ અને દુઃખ એ જિંદગીનાં સનાતન સત્યો છે અને એ પણ સત્ય છે કે બેમાંથી કોઈ જ કાયમી નથી.
દુઃખને જીરવવા કરતાં દુઃખને સમજવું જરૂરી છે.
માણસ મોટા ભાગે કામચલાઉ રીતે આવેલી સમસ્યાઓને દુઃખ સમજી લે છે અને દુઃખી-દુઃખી થઈ જાય છે.
સુખને સરખી રીતે માણવા માટે દુઃખને જાણવું જરૂરી છે.
આપણે દુઃખને પૂરું ગંભીરતાથી લેતાં નથી, દુઃખને એટલી ગંભીરતાથી સમજવું જોઈએ કે આ કંઈ ટકવાનું નથી.
એની સામે હારવાનું નથી કે થાકવાનું નથી.
મારા દરેક શબ્દનું સર્જન અંતે તો વાચકો માટે જ હોય છે. વાચકના દિલને સ્પર્શે ત્યારે સર્જન અને શબ્દો સાર્થક થાય છે. આ પુસ્તક કોઈના જીવનમાં તસુભરનું પરિવર્તન પણ લાવે તો એ મોટી ઘટના હશે... મારા શબ્દો આંખોથી ઝીલી દિલ સુધી લઈ જનાર દરેક વાચકને સલામ...
Product Details
- Pages:224 pages
- Language:Gujarati
- Format:Paperback