ઉપાસના
Upasana
માણસે પોતાના ભણતરને પોતાનું જ એક અંગ બનાવવાનું છે અને પોતાના સમગ્ર વ્યક્તિત્વ અને એકંદર હીરમાં તેને ભેળવી દેવાનું છે. ગમે તેવી ઊંચી કે મોટી ડિગ્રી તમને મજબૂત બખ્તર જેવી લાગે, પણ આવા કોઈ પણ બખ્તરની કિંમત મર્યાદિત છે. ખરી કિંમત તમે જે કંઈ ભણ્યા-શીખ્યા તેનાથી તમારી હિંમતમાં, તમારા ધૈર્યમાં શું વધારો થયો તેમાં રહેલી છે. જે માત્ર પોતાના સુખને ચાહે છે તે બહુ થોડું જ ચાહે છે અને તેમાં લાંબી બરકત હોતી નથી, પણ જે જિંદગીને ચાહે છે તે ઘણુંબધું ચાહે છે અને તેમાં પૂરતો રસકસ છે. તમે જ્યારે કશું પણ ખરેખર ચાહો છો ત્યારે તેનો સંપૂર્ણ સ્વીકાર કરો છો.
મારા દરેક શબ્દનું સર્જન અંતે તો વાચકો માટે જ હોય છે. વાચકના દિલને સ્પર્શે ત્યારે સર્જન અને શબ્દો સાર્થક થાય છે. આ પુસ્તક કોઈના જીવનમાં તસુભરનું પરિવર્તન પણ લાવે તો એ મોટી ઘટના હશે... મારા શબ્દો આંખોથી ઝીલી દિલ સુધી લઈ જનાર દરેક વાચકને સલામ...
Product Details
- Pages:224 pages
- Language:Gujarati
- Format:Paperback