પંચામૃત અભિષેક
Panchamrut Abhishek
અત્યારનો સમય બહુ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરનેટે દુનિયાને કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના સ્ક્રીનમાં સમાવીને લોકો સામે ધરી દીધી છે અને માણસ પણ જાણે આખું જગત મુઠ્ઠીમાં હોય એવી રીતે જીવવા લાગ્યો છે. બધાને ટૂંકા સમયમાં ઊંચા થઈ જવું છે. બધું ઝડપથી મેળવી લેવું છે. ઉતાવળમાં લોકો સાધનો અને સંપત્તિને જ સુખની વ્યાખ્યા સમજવા લાગ્યા છે. બધું મળી જાય છતાં લોકો સુખી નથી. સંબંધ અને પ્રેમનું પોત નબળું પડતું જાય છે. સુપરફાસ્ટ અને જેટ ગતિથી દોડતી કે દોડાવાતી જિંદગીમાં થોડુંક અટકીને એટલું વિચારવાની જરૂર છે કે ક્યાંક આપણે ભટકી તો નથી ગયાને...
મારા દરેક શબ્દનું સર્જન અંતે તો વાચકો માટે જ હોય છે. વાચકના દિલને સ્પર્શે ત્યારે સર્જન અને શબ્દો સાર્થક થાય છે. આ પુસ્તક કોઈના જીવનમાં તસુભરનું પરિવર્તન પણ લાવે તો એ મોટી ઘટના હશે... મારા શબ્દો આંખોથી ઝીલી દિલ સુધી લઈ જનાર દરેક વાચકને સલામ...
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All


Similar Books
View All













.png)



