રાગ - વૈરાગ
Raag - Vairag
ધીરુબહેન પટેલની `આગન્તુક' વાંચી, ત્યારથી મને લાગતું હતું કે આ વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકે. લગભગ 20 વર્ષ સુધી મેં આ કથાબીજને મારી ભીતર વિકસવા દીધું છે, જેમાંથી જન્મી છે ‘રાગ - વૈરાગ'ની થ્રિલર લવ સ્ટોરી!
આ એક એવી નવલકથા છે જેમાં સંન્યસ્ત સ્વીકારીને, સંસાર છોડીને ચાલી ગયેલો એક યુવાન આશ્રમ છોડીને ઘેર પાછા ફરવાનો નિર્ણય કરે છે. આશ્રમનાં સ્થાપિત હિતો, પારિવારિક સમસ્યાઓ, અઢળક સંપત્તિની વહેંચણી અને એ બધાની વચ્ચે એના અાધ્યાત્મિક અને સંવેદનશીલ સવાલો... મા, પ્રિયતમા અને આશ્રમના મઠાધીશનો ઘવાયેલો અહંકાર, નવલકથાનો નાયક આ બધા ધાગાઓમાં ઊલઝતો જાય છે. જે છોડીને આવ્યો હતો, એ એને મૂકતું નથી અને જ્યાં પહોંચ્યો છે ત્યાં એ ગોઠવાઈ શકતો નથી. પછી શું થાય છે?
નવાઈની વાત એ છે કે મારાં પ્રકરણ 40થી 44 પ્રકાશિત થયાં ત્યારે જ મારાં કલ્પિત ‘મહાયોગેશ્વરી આશ્રમ'માં મેં જે કંઈ ઘટનાઓ આલેખી લગભગ એવી જ ભયાનક અને લોહિયાળ ઘટનાઓ `ડેરાસચ્ચા સોદા'માં રામરહીમના કહેવાતા આશ્રમમાં બની. આ માત્ર યોગાનુયોગ હતો કે કોઈ સિક્સ્થ સેન્સ? મને આ ઘટનાઓ પહેલાં દેખાઈ હશે?
નવલકથા એક એવું ફૉર્મ છે, જેમાં વાચકને સતત હાથ પકડીને સાથે રાખવો પડે છે. ખાસ કરીને, હપતાવાર પ્રકાશિત થતી નવલકથામાં જો એક વાર વાચક છૂટી જાય તો એને પાછો લાવવો અઘરો બને છે. `રાગ - વૈરાગ'નાં 66 પ્રકરણ, મારા વાચકો મારી સાથે રહ્યા એટલું જ નહીં, દર અઠવાડિયે ઢગલાબંધ પત્રો આવતા રહ્યા... વાચકે અને નિયમિત નવલકથા નહીં વાંચતા મિત્રોએ આ નવલકથાને વખાણી છે.
સૌનો આભાર.
Product Details
- Pages:536 pages
- Language:Gujarati
- Format:Hardback