About The Author
Women writers have played a crucial role in making Gujarati Novel modern in a real sense. Gujarati Literature has given very few outstanding women novelists through its time, and one of such prolific writer is...More
ચોરસ ટીપું
Chorus Tipu
માણસને પોતાના જ ડહાપણનો ભાર લાગે એવું બને? હા, બની શકે. શક્ય છે કે સમયના વહેણમાં તરી રહેલા માણસને ખુદનાં સત્યો અપ્રસ્તુત કે અસરહીન લાગવા માંડે. આવી સ્થિતિમાં એ કશુંક ‘આઉટ-ઑફ-ધ-બૉક્સ’ વિચારે, અત્યાર સુધી જ્યાં ક્યારેય જોયું નહોતું એવી દિશામાં નજર દોડાવે, એવું બને. પાણીનું ટીપું ગોળ જ શા માટે હોવું જોઈએ? તેને ચોરસ આકાર ધારણ કરવાની છૂટ મળે તો? ધીરુબહેન પટેલે આ પુસ્તકમાં આ પ્રકારની શક્યતાઓને તાગવાની કોશિશ કરી છે. પુસ્તકનાં શીર્ષકની ટૅગલાઇન છે, ‘રમતિયાળ ડહાપણની વાતો’. અહીં ‘રમતિયાળ’ શબ્દ ચાવીરૂપ છે. આ પુસ્તકમાં ધીરુબહેન પટેલની લાક્ષણિક શૈલીમાં લખાયેલી નાની નાની ત્રેપન કથાઓનો સંગ્રહ થયો છે. વાર્તાઓનાં શીર્ષક પણ કેવાં મજાનાં - ‘કાણી પાણીપૂરી’, ‘અતો પતો ફતો અને કતો’, ‘એ અને એનો સરવાળો’... સુંદર પ્રોડક્શન વૅલ્યુ ઘરાવતું રસાળ પુસ્તક.
'ચોરસ ટીપું' પુસ્તકમાં કથાઓની સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ કથાઓને સાંભળી શકશો.
Product Details
- Pages:168 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All




.png)







Similar Books
View All.png)
