મને બધું આવડે
Mane Badhu Aavde
₹275.00
આ પુસ્તકના છ વિભાગમાં 31 પ્રેરક મનોવિશ્લેષક નિબંધો છે. લેખકે અમેરિકામાં રહીને ત્યાંની જીવનશૈલીનો ઘણો અનુભવ કર્યો હોવાથી એમનાં નિરીક્ષણો વિચારપ્રેરક બન્યાં છે. આમુખમાં જાણીતાં સાહિત્યકાર ધીરુબહેન પટેલ લખે છે કે, “મને આ પુસ્તક વાંચવું ગમ્યું. લાગે છે કે બીજા ઘણા વાચકોને પણ ગમશે.” વિદેશમાં પોતાનાં સંસ્કૃતિ, સંસ્કાર, સંબંધો, સંવેદનોને સાચવીને કેવી રીતે જીવવું તે વિશે લેખકે જિવાતાં જીવનનાં ઉદાહરણો આપીને સમજાવ્યું છે. લેખકે એમબીએની પદવીનું અર્થઘટન ‘મને બધું આવડે’ એવું કર્યું છે. પુસ્તકનો સાર એ કે પોતાને બધું આવડતું હોવાનો ભ્રમ છોડીને માણસે અન્યને સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. આ પુસ્તકમાંથી હકારાત્મક જીવન જીવવાનાં ઘણાં સૂત્રો કે અવતરણો મળે છે.
Product Details
- Pages:170 pages
- Language:Gujarati
- Format:Paperback