સરાઈનામા
Sarainama
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે. એમાં એકની તૈયારી અન્યને કામ ન આવે. સહુનો સામાન જુદો, સહુનો રસ્તો જુદો, સરાઈ એક હોઈ શકે.
કથાનાયક કોણ છે, એ જેને ‘તું’ કહીને સંબોધે છે એ કોણ છે, એણે ઘર કેમ છોડ્યું છે, એનું લક્ષ્ય શું છે, આ સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ છે કે સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ એના જવાબ શોધવામાં ન પડશો. માત્ર આ ડાયરીના પાને રહેજો.
આ ડાયરી કોણે લખી એ સવાલની જેમ જ એ કોને મળી એય અધ્યાહાર છે. આવી ડાયરી જિવાય છે, ક્યારેક લખાય છે ને કોઈક મળે છે. પણ વંચાય છે એ બધી સમજાય છે એવું ક્યાં છે?
આ ડાયરી સંવાદ છે. એની સ્વગતોક્તિ પણ સ્વ સાથેનો સંવાદ છે. એમાં નોંધાયેલાં વાક્યો વચ્ચે પણ કંઈક ક્યાંક ન નોંધાયેલું વંચાય તો એ વાચકની વટેમાર્ગુ બનવાની સંભાવના...
ને નવા સરાઈનામાની શક્યતા.
Product Details
- Pages:116 pages
- Language:Gujarati
- Format:Hardback