સ્વીટ 16
Sweet 16
₹175.00
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમમાં એનો અર્થ સ્વાતંત્ર્ય છે. પૂર્વમાં એનો અર્થ સમજણ છે. સોળે સાન! સ્વાતંત્ર્ય પણ સમજદારીથી શોભે. અન્યથા એ સ્વચ્છંદતામાં પરિણામે. વયનો આ મુકામ વિશિષ્ટ એટલે છે કે અહીં જેમને સ્વતંત્રતા જોઈએ છે તે અને જેમણે સ્વતંત્રતા આપવાની છે તેમની અપેક્ષા ટકરાય છે. બહુ નાજૂક વેળા છે. કિશોરનો ઉત્સાહ ઉન્માદની નજીક છે તો વડિલનો સ્નેહ સલામતી ઝંખે છે. એકને ઊડવું છે ને અન્યને એ પાંખની અને આંખની સજ્જતા વિષે શંકા છે. આ પુસ્તકમાં સલાહ સૂચન નથી. માત્ર સ્નેહ સભર સંવાદ છે પિતા અને પુત્રી વચ્ચેનો. એ આપણા સહુના જીવનનો ભાગ છે, માત્ર અહીં એને કાગળ પર ઉતાર્યો છે એકમેકને સમજવા.
Product Details
- Pages:171 pages
- Language:Gujarati
- Format:Hardback