સ્મરણનામા
Smarannama
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ - ના પસંદ પર આધાર નથી રાખતું. ગમતું ને અણગમતું કૈં પણ સચવાય ને ભુલાય છે. અણગમતું ભૂલવાની મથામણમાં નિષ્ફળ જવાય ને મનગમતું યાદ કરવા મથવુંય પડે.
જો કે એને વિસ્મરણનું વરદાન પણ છે. અને આ વિસ્મરણનું વરદાન માણસને જિવાડે છે. એને જો બધું જ યાદ રહે તો જીવનમાં એ કશું કરી જ ન શકે. યાદના ખૂંટા સાથે બંધાઈ રહે તો ગતિ અવરોધાઈ જાય. મને ગમ્યું છે આ સ્મરણનામા આલેખવાનું. એ મને બાંધી રાખતો ખૂંટો નથી, ઊડવાની તક આપતું આકાશ ને પાછા વળીને બેસવાની ડાળ છે.
એક ઉંમર હોય છે સ્મરણો રચવાની ને પછી એક ઉંમર આવે છે સ્મરણોમાં રાચવાની. હું જીવનના આ બીજા મુકામ પર છું ને મમળાવું છું એ સ્મરણો.
આ નિમિત્તે તમને પણ એમ કરવાનું મન થઈ આવે એમ બને.
Product Details
- Pages:186 pages
- Language:Gujarati
- Format:Hardback
Books From Same Author
View All



.png)

Similar Books
View All













