અમારી રાતોનો ઉજાસ
Amari Ratono Ujas
કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’.
સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે. એવામાં વૃદ્ધા વૃદ્ધને રાતે એની પાસે સૂઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે. આરંભિક સંકોચ બાદ વૃદ્ધ વૃદ્ધાના ઘરે જવા લાગે છે. એક જ પલંગ પર બાજુબાજુમાં સૂતાં થતી વાતચીતમાં બંનેનાં અંતરંગ જીવનનાં પડ ખૂલતાં જાય છે અને સાથે ખૂલે છે એકબીજાનાં હૈયાં. ધીમેધીમે બંને એકમેકનો સહવાસ માણવા લાગે છે. બંને એકબીજાની જરૂરિયાત બની જાય છે. પોતપોતાના સંકુલ સંબંધોની નિખાલસ વાતો અને જીવનમાં બનેલી દુઃખદ સુખદ ઘટનાઓની આપ-લે એક શુદ્ધ પ્રેમસંબંધમાં પરિણમે છે. ફેફસાના કૅન્સરથી પીડાઈ રહેલા અમેરિકન લેખક કેન્ટ હારુફની આ અંતિમ નવલકથા તેમની મૃત્યુ વેળાએ પ્રકાશિત થાય છે અને બને છે એક બેસ્ટસેલર, જેના પરથી ફિલ્મ પણ બની છે.
વૃદ્ધ સ્ત્રીપુરુષની આ ઉત્કટ અને અનન્ય પ્રેમકથા આપણી ભાષાના સર્જક વીનેશ અંતાણીને સ્પર્શે છે અને તેઓ આ સંવેદનશીલ નવલકથા ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. આત્માના ઊંડાણમાં અઢળક પ્રેમનો ઉજાસ પાથરતી આ નવલકથા દરેક ગુજરાતીને પ્રેમના નવા ભાવવિશ્વમાં લઈ જશે.
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All.png)

Similar Books
View All





















