બાકીનું શરીર
Bakeenu Shareer
હોઈ શકે છતાં ન પણ હોય એવો હરકાન્ત; અંદરથી સબડતા રહેવાની ઋતુમાં બે ફાડિયાં થઈ જતી માધવી; ઘરના હીંચકાઓની વચ્ચે નિજનો હીંચકો ખોઈ બેઠેલી કાન્તા; પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર; આપવા ધારેલો જવાબ છેલ્લી ઘડીએ ભૂલી જતી સંતોક; અંધ પ્રેમીએ દરિયાકાંઠાની રેતીમાં દોરેલી લીટી ઓળંગવાની પીડામાં ડૂબતી માઝુ; નદી જેવી પત્નીના પૂરમાં તણાતો શંકર; સફેદ રંગનાં કાળાં ખાબોચિયાંની દુર્ગંધમાં તરફડતી યુવતી; ધોમધખતા સૂકા નિર્જન પટમાં ટાઢક પામવા ભટકતી સ્ત્રી; સામે કાંઠે જવાના પુલ પર અધવચ્ચે અટકી ગયેલી નંદિની; ન જઈને પણ પોતાના સ્થાને સમયસર પહોંચતી નાયિકા...
આ અને એવાં અન્ય પાત્રોનાં ચિત્તનું સંવેદનશીલ કલાત્મક નકશીકામ કરતી આપણી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની ઉત્તમ વાર્તાઓનો નવો સંગ્રહ 'બાકીનું શરીર'.
દરેક વાર્તા પરથી ધીરેધીરે ખસતું જતું આવરણ વાંચકને માનવમનનાં અતલ ઊંડાણમાં લઈ જાય છે.
Product Details
- Pages:178 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All
