પરિકથામાં પંકચર
Parikatha ma Puncture
₹225.00
દરેક વ્યક્તિના જીવનની શરૂઆત એક પરીકથા જેવી હોય છે. સાંપ્રત સમયમાં કુટુંબમાં એક કે બે સંતાન હોવાથી એ કુટુંબનું કેન્દ્ર બને છે. એની મોટાભાગની માંગણીઓ સંતોષાય છે. હસતાંરમતાં ઊછરતાં બાળનાગરિકનાં જીવનપૈડાંમાં ત્યારે પંક્ચર પડે છે, જ્યારે એ વાસ્તવિક દુનિયાનો સામનો કરે છે. સમૂહ પ્રવૃત્તિમાં જોડાય ત્યારે એની અપેક્ષાઓ દરેક વખતે સંતોષાતી નથી, ક્યારેક હાંસી, નકાર અને સતામણીનો ભોગ બને છે અને એ હતાશ થાય છે. આ ઘટનાની અસર બાળકના માનસ પર જીવનભર રહે છે. આ પુસ્તકની બોલકી શનાયાની વાતોમાં દરેક વ્યક્તિ પોતાનું બાળપણ શોધી શકશે. ડગલે ને પગલે આવતી સમસ્યાનું નિવારણ કરીને, આત્મવિશ્વાસ ઉજાગર કરવાની વાત આ પુસ્તકમાં સરળતાથી કહી છે. કિશોરો માટે ભારેખમ સલાહને બદલે શનાયાના જીવનપ્રસંગો વર્ણવીને એક માર્ગદર્શિકા બનાવી છે. આ કિશોરકથા દરેક ઉંમરની વ્યક્તિ માટે વાંચવા યોગ્ય છે.
Product Details
- Pages:112 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All

Book Pages: 112

.png)



