...એ વાત મને મંજૂર નથી
...E Vaat Mane Manjoor Nathi
₹475.00
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે. ‘નાઝિર'ના પ્રકાશિત સંગ્રહોની ગઝલો ઉપરાંતનું જે કાર્ય ઉપલબ્ધ છે એ સઘળું અહીં યથાવત્ પ્રકાશિત કરીએ છીએ.
‘નાઝિર'નું અપ્રકાશિત કાર્ય જે આટલા વર્ષો સુધી પ્રગટ નથી થયું એ તમે જે ‘નાઝિર' ને જાણો છો એનાથી વિશેષ અનેકાનેક મુદ્રાઓ ધરાવે છે. એમણે ગઝલો ઉપરાંત ગીતો અને ભજનો પણ લખ્યાં છે, જોડકણાં પણ, હાસ્ય-ગઝલો પણ, પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પ્રવાહો પ્રમાણે પ્રાસંગિક પણ, અને એહલે બૈતની શાનમાં પ્રશસ્તિઓ પણ. આ સઘળું વર્ગીકૃત કરીને રજૂ કરીએ છીએ. સંગ્રહમાં એમની પ્રચ્છન્ન રચનાઓ, અધૂરી ગઝલો વગેરે ઘણું જોવામાં આવશે.
Product Details
- Pages:368 pages
- Language:Gujarati
- Format:Paperback