Details

  1. home
  2. Products
  3. સાત વૃક્ષો - વિલાતા ઉજાસની વિરુદ્ધ

સાત વૃક્ષો - વિલાતા ઉજાસની વિરુદ્ધ

Saat Vruksho - Vilata Ujasni Viruddh

By: Harish Meenashru
₹150.00

પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી મુવમેન્ટનો આરંભ થયો હતો. પાબ્લો એન્ટોનિયો એના મુખ્ય પ્રણેતાઓમાંના એક છે. નિકારાગુઆમાં રુબેન દારિયો પછીના સૌથી મહાન કવિ તરીકે એમની સન્માનપૂર્વક ગણના થાય છે. એમની સ્પેનિશ કાવ્યશૃંખલા Siete árboles contra el atardecer (Seven Trees Against the Dying Light) - નો આ અનુવાદ છે. આ કાવ્યશૃંખલા એક અપૂર્વ અર્થમાં eco-centric છે. એની ટેક્સ્ટ પર્યાવરણ, વનસ્પતિવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સામાજિક – રાજકીય - પ્રાદેશિક સંકેતો અને ખાસ તો, આપણે માટે ખાસ્સી અજાણી એવી પ્રાચીન મધ્યઅમેરિકન આદિવાસી સંસ્કૃતિઓના પૌરાણિક સંદર્ભો ને કિંવદંતીઓથી લદાયેલી છે. અનુવાદકે eco-critical focus સાથે કાવ્યભાવન માટે અત્યંત સહાયકારી એવી વિગતપ્રચુર નોંધો / પાદટીપો આપી છે. વિજ્ઞાનલક્ષી અભિગમ રાખીને ભારે ચીવટપૂર્વક થયેલું આ અનુવાદકર્મ છે.

Product Details

  • Pages:90 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All