કવિતાની વર્ષગાંઠ
Kavita ni varshganth
₹160.00
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે. વ્યક્તિથી સમષ્ટી સુધી વિસ્તરતી મનોભાવચેતનામાંથી નીપજતો કાવ્યધ્વનિ ભાવકને રસ-તરબોળ કરનારો નીવડશે. ભોળાભાઈ પટેલ, હરીશ મીનાશ્રુ, રમણીક અગ્રાવત, દક્ષા પટેલ જેવાં કાવ્યમર્મજ્ઞ હિન્દી, બંગાળી, ઓડિયા અને કન્નડ ભાષાના કવિઓની ઉત્તમ રચનાઓના અનુવાદક છે. જુઓ આ અનુવાદઃ “ક્રોધથી રાતાપીળા થઈને હું / મારી વેદનાઓને એના ભણી / એક પછી એક છુટ્ટી મારું છું. / કહું છું : શેતાન તને જમડાઓ ભરખે તો હું છૂટું!”
Product Details
- Pages:120 pages
- Language:Gujarati
- Format:Paperback