ઉપહાર
Uphaar
આ ઉપહારમાં છે શું?’
‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી...’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા... બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર... અને પુ. લ. દેશપાંડે...’
‘દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?’
‘હા, એનો અનુવાદ. સાથે શરદ જોશી... ચૂંટેલી કવિતાઓના આસ્વાદ : ઉમાશંકર જોશી, નિરંજન ભગત, વિનોદ જોશી, બીજી યે ઘણી.’
તમે ‘ઉપહાર’ હાથમાંથી લઈને જોવા માંડો છો, ‘આ શું? મુનિ અને મેડમ?’
‘ગુરુનો આત્મા ગણિકાના શરીરમાં પ્રવેશે, અને ગણિકાનો આત્મા ગુરુના શરીરમાં, એનું નાટક. સંસ્કૃતમાંથી અનુવાદ.’
‘સંસ્કૃત સિવાય બીજું કોઈ નાટક ન મળ્યું?’
‘છે ને : હુઝ લાઇફ ઇઝ ઇટ એની વે?’
‘જેનું ગુજરાતી રૂપાંતર અરવિંદ જોશીએ ભજવેલું તે? બાણશૈયા?’
‘હા, એ જ,’ ‘અને સેમ ટાઇમ નેક્સ્ટ યર ...’
ત્યારે તો ફિલ્મો યે હશે!’
‘યાદ છે લવસ્ટોરી? બોર્ન ફ્રી? રજનીગંધા? એની કથાના આસ્વાદ પણ ખરા.’
‘શરૂઆત સ્વામી આનંદના નિબંધથી કરી છે ને કંઈ!’
‘આગળ જશો તો કાકાસાહેબ કાલેલકર મળશે, અને ત્યાર પછી જ્ઞાનપીઠ વિજેતા અને નોબેલ વિજેતા ...’
Product Details
- Pages:168 pages
- Language:Gujarati
- Format:Paperback