તારી ન હો એ વાતો
Tari Na Ho E Vato
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે. નાનપણથી જ ગઝલની શિબિરો અને સાહિત્ય વર્તુળોનો ભાગ બનનાર કવયિત્રીની સર્જકતા ઉત્તરોત્તર પરિપક્વ બનતી જાય છે. ગઝલકાર તરીકે હંમેશા સતર્ક રહેનાર કવયિત્રીને પોતાનાં શહેર અને મહોલ્લાનાં વસવાટની સાથે સાથે ટ્રેનની મુસાફરી દરમ્યાન પણ ઉત્તમ શેર સાંપડ્યા છે. એક ગઝલકાર માટે પ્રમાણમાં મુશ્કેલ કહી શકાય તેવા છંદોનો સફળ પ્રયોગ કવિયત્રીની ગઝલોમાં સહજતાથી થયેલો જોવા મળે છે. તો બીજી તરફ વૈવિધ્યપૂર્ણ રદીફનો ઉપયોગ પણ તેમની ગઝલોમાં ઉડીને આંખે વળગે એવો છે. પૂર્વસૂરીઓ પાસેથી ગઝલનાં સંસ્કાર પામી, વરિષ્ઠ ગઝલકારોની રાહબરી હેઠળ ગઝલની દુનિયામાં પોતીકો અવાજ પ્રસ્થાપિત કરનાર હર્ષવી પટેલનાં પ્રથમ ગઝલસંગ્રહ ‘તારી ન હો એ વાતો’માં તેમના થોડાં ગીતો અને મુક્તકોનો સમાવેશ પણ કરાયો છે જે કાવ્યરસિકોને નવીનતમ અભિવ્યક્તિનો અનુભવ કરાવશે.
Product Details
- Pages:104 pages
- Language:Gujarati
- Format:Paperback