કંઈક-કશુંક-અથવા તો...
Kaink-Kashunk-Athwa to...
₹200.00
‘કંઈક/કશુંક/અથવા તો...’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ.
સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ કાવ્યસંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતાં ગીતોનો વૈભવ અને હૃદયસોંસરવી ઊતરી જતી ગઝલોનો અસબાબ.
ક્યાંક ગ્રામ્ય શૈલીનાં જૂનાં ઘરોના આધારસમી થાંભલીની એકલતાને એક ગીતમાં રજૂ કરી છે. તો ક્યાંક માનવમનનો પરિચય આપતા આ ગીતો આપ્યા છે. બાળપણના મિત્રને યાદ કરી લખાયેલ પત્રમાં ગીતમાં આંસુઓ વરસાદ બને છે. તો વળી ફળિયામાં ઊગેલા ગાંજાના છોડને જોઈ કવિની કલમને કેફ ચડે છે. વળી કવિનો મિજાજ ગઝલોમાં અલગ રીતે વ્યક્ત થાય છે.
વિષયવૈવિધ્યને પ્રયોગશીલ છંદો અને મધુર કાવ્યનાદ સાથે રજૂ કરતો આ કાવ્યસંગ્રહ ભાવકોમાં અનેરું કાવ્યકૌતુક જન્માવી એને પોષે છે.
Product Details
- Pages:124 pages
- Language:Gujarati
- Format:Paperback