છબિ, અંતરતમના કવિની
Chhabi, Antartamna Kavini
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરિન્દ્રનાથ, જે રવીન્દ્રનાથના મોટા ભાઈ હતા અને તેમનાથી ૧૨ વર્ષ મોટા હતા, તેમની સાથે લગ્ન કરી ટાગોરપરિવારમાં વધૂ તરીકે આવેલાં નવ વર્ષનાં કાદંબરીદેવી અને સાત વર્ષના રવીન્દ્રનાથ શિશુસંગી હતાં. કિશોરવયે બંનેનો સાહિત્યપ્રેમ તેમને વધુ નિકટ લાવ્યો. ૨૫ વર્ષની વયે કાદંબરીદેવી કોઈ ગૂઢ કારણસર આત્મહત્યા કરે છે અને કવિવર માટે છોડતા જાય છે સ્મૃતિઓનું વિશ્વ. જેના આધારે કવિ આ સુંદર સંબંધને અંજલિ આપતાં રચે છે ‘પુષ્પાંજલિ’. કાદંબરીદેવીની યાદમાં તેમને અનુલક્ષીને લખાયેલાં ગદ્યકાવ્યો, ગીતો અને કવિતાનો આ સંગ્રહ ‘પુષ્પાંજલિ’ રવીન્દ્રસાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખને આકર્ષે છે અને તેઓ તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે સંપાદિત પુસ્તક – છબિ, અંતરતમના કવિની. કવિવર અને કાદંબરીદેવીના અલ્પાયુષ સંબંધ વિશે વિસ્તૃત જાણકારી માટે આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં સંસ્મરણોમાંથી કેટલાક અંશ તેમ જ તેમની સ્મૃતિમાં લખાયેલાં રવીન્દ્રનાથનાં કાવ્યો પણ આ પુસ્તકમાં પ્રસ્તુત છે. કવિવરના ચાહકો માટે જિજ્ઞાસાનો વિષય ગણાતા આ અદ્ભુત સંબંધ વિશેનું આ પુસ્તક આ મહાન કવિની સર્જનયાત્રાને સમજવા માટે ઉપયોગી નીવડશે.
Product Details
- Pages:120 pages
- Language:Gujarati
- Format:Paperback